Campus Director’s Message

આત્મીય વાલીશ્રી, સસ્નેહ નમસ્કાર...

“વ્યક્તિ મરી બનું હું વિશ્વમાનવી માથે ધરૂ ધુળ વસુંધરાની”
વ્યક્તિમાંથી વિશ્વમાનવી બનવા તરફનુ પ્રયાણ એટલે શિક્ષણ. શાળા વડે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વ્યવસ્થિત રીતે થઇ રહયુ છે. શિક્ષણનું મુખ્ય ધયેય સુતેલા છે તેને જગાડવાનુ જાગેલા છે તેને બેઠા કરવાનુ છે. બેઠેલા છે તેને ઉભા કરવાનું, ઉભા થયેલાને ચાલતા કરવાનુ, ચાલતા થયેલા છે તેને દોડતા કરવાનું અને દોડતા થયેલા છે તેને તેની યોગ્ય મંઝિલ સુધી પહોંચાડવાનું છે. આપના વ્હાલસોયા બાળકને યોગ્ય શિક્ષણ આપીને તેમના ભવિષ્યના સપના સાકાર કરવાનું તમારૂ અને અમારૂ સહિયારૂ સાહસ છે. શિક્ષણ સંસ્કાર અને શિસ્તના આ ત્રિવેણી સંગમ માટે અમારે હંમેશા તમારા સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ કારણકે...

“જોખમ તો દરેક કામમાં છે, પરંતુ કશું નહિં કરવામાં સૌથી મોટુ જોખમ છે.”
એટલે આપણે સૌ સાથે મળીને આપના બાળકના ઉત્તમ ભવિષ્યનુ નિર્માણ કરીએ એજ આજના અને આવનારા સમયની માંગ છે.આપશ્રી જાણો છો કે ઇશ્વરના અનેક રૂપ છે. પણ તેમાનુ એક રૂપ એટલે નિર્દોષ અને નિખાલસ બાળક. એટલે હવે વિદ્યાર્થી દેવો ભવઃ ની સંકલ્પના સાકાર કરવાનો વખત આવી ગયોછે. આપના બાળકના શ્રેષ્ઠ સંસ્કાર, શિસ્ત અને મૂલ્યોનો સર્વાગી વિકાસ થાય તે માટે આપણે સાથેમળીને આગળ વધવુ પડશે, કારણકે...

“જયાં ખોવાયું હોય ત્યાં શોધવુ પડે અને અંધારૂં હોય ત્યાં દિવો પ્રગટાવવો પડે”
આપના બાળકમાં ટેલેન્ટ છલોછલ ભરેલુ છે. પણ એ ટેલેન્ટને બહાર લાવવા માટે આપણે શિક્ષણરૂપી દિવડાઓ ઝગમગતા કરવા પડશે. શિક્ષણની સાચી પરિભાષા આપતા કહેવું પડેકે..

“વ્યક્તિમાં રહેલા ઉત્તમ અંશોનું સ્પષ્ટીકરણ એટલે કેળવણી”
હવે ચીલાચાલુ શૈક્ષણિક પરંપરાઓમાંથી બહાર આવવું પડશે અને બાળકની અંદર જે પ્રકારનુ ટેલેન્ટ હશે તે પ્રમાણે જ તેને શિક્ષણ આપવું પડશે. પોતાના ટેલેન્ટ પ્રમાણે તૈયાર થયેલો વિદ્યાર્થી આવનારા વર્ષોમાં પોતાના સપનાઓ સાકાર કરી શકશે. અને પોતાની ઓળખ બનાવી શકશે. છેલ્લે કહેવું પડે કે..

* મનુષ્ય જે કાંઇ ખાય તેમાથી નહિંપણજે કાંઇ પચાવી શકે છે તેનાથી બળવાન બને છે.
* જે કાંઇ કમાચ છે તેનાથી નહિંપણ જે કાંઇ બચાવી શકે છે તેનાથી ધનવાન બને છે.
* જે કાંઈવાંચે છે તેનાથી નહિંપણ જે કાંઇ યાદ રાખે છે તેનાથી વિદ્વાન બને છે.
* જે કાંઇ ઉપદેશ આપે છે તેનાથી નહિંપણ જે કાંઇ આચરણ કરે છે તેનાથી ધર્મવાન બને છે.


આભાર સહ... કેમ્પસ ડાયરેક્ટરશ્રી.